Saturday, November 21, 2020

આજના યુવાનો બાઇક રાયડર નહીં પેન 🖋 રાયડર બનો.

- સુહાસ વળવી.. 
 માનવતા  ની શાળા અને શાળા બંદ શિક્ષણ ચાલુ આ સૂત્ર હેઠળ આપ કી જય બહુ ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા શૈક્ષણિક સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું
-આપ કી જય બ વાહુ ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા અમલપાડા માં આવેલ શાળા ના ધોરણ 1 થી 5 સુધી ના બાળકો ને 1001 નોટ બુક 101 પેન, માસ્ક સેનિટાઈઝર વગેરે નું વિતરણ કરવામાં આવ્યું
સ્થળ પર થી મળતી માહિતી મુજબ તાપી જિલ્લા ના છેવાડે થી નજીક આવેલું મહારાષ્ટ્ર રાજ્ય ના તલોદા તાલુકા માં આવેલા અમલપાડા ગામ ખાતે આપ કી જય બહુ ઉદ્દેશ્ય સંસ્થા દ્વારા શૈક્ષણિક સાહિત્ય વિતરણ નો કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ગરીબ બાળકો ને નોટ બુક, પેન, માસ્ક, સેનીટાયઝર વગેરે નું વિતરણ તેમજ મહિલાઓ નું સન્માન હતું.
આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે શ્રી નાગેશ દાદા પાડવી ઉપસ્થિત થયા હતા અને એમના દ્વારા કાર્યક્રમ નું ઉદ્ઘાટન રિબન કાપીને કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અનેક વકતાઓ  એ ભાષાણ આપ્યું હતું અને આદિવાસી સમાજ માં શિક્ષણ નું મહત્વ સમજાવ્યું હતું. એમાં એક વક્તા એવા એડવોકેટ કૈલાશ વસાવે એ જણાવ્યું હતું કે માત્ર શિક્ષિત થઈ જવું એ શિક્ષણ નથી પરંતુ બીજા ને પણ શિક્ષિત કરવું એ ખરેખર સાચું શિક્ષણ છે અને આદીવાસી વિસ્તાર માં દરેક વ્યક્તિ એ શિક્ષિત થવું જોઈએ અને દરેક માતા પિતા ભલે ખેત મજુરી કરતા હોય તો પણ સાંજે 30 મિનિટ તો પણ પોતાના બાળકો માટે કાઢવું જોઈએ.
અને વધુ માં જણાવ્યું હતું કે આજ કાલ ના યુવાનો મસ મોટી બાઇક લઈને રાઈડર બનતા ફરે છે  તેઓ *રાઈડર નહીં પેન રાઈડર* બને તો સમાજ માટે વધુ સારું રહે એવું જણાવ્યું હતું
ત્યાર બાદ શાળા ના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ ને નોટ બુક, પેન માસ્ક વગેરે વિતરણ કરવામાં આવ્યું હતું.અને પછી મહિલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અમલપાડા ગામ ની ખાસ મહિલા કાલી બેન નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે તેઓને ગામ માં બાળતજજ્ઞ તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે નવજાત શિશુ થી લઈ નાના બાળકો ને તેઓ માલિશ થી જ સજા કરી દે છે જેથી તેમનું એક વિશેષ મહિલા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. ખરેખર બાળકો અને મહિલા  અને અન્યો માટે સેવા કરતી આ સંસ્થા નું આ કાર્ય માનવતા નું એક ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય.

No comments:

Post a Comment

તાપી જિલ્લામાં નદી-જળાશય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ અગમચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડાયું, 19 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે

તાપી, તા. 21 જુલાઈ – તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ ...