Friday, June 11, 2021

કૂકરમુંડા અને નિઝર તાલુકા ના તમામ પત્રકારો એ કોરોના વેક્સિન લીધી

પત્રકારો સાથે સાથે કૂકરમુંડા તાલુકા માં આજે 30 જેટલા લોકોએ વેક્સિન લીધી

આજે કૂકરમુંડા તાલુકા ના રાજપુર ગામે CHC કૂકરમુંડા દ્વારા કોરોના રસીકરણ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં કૂકરમુંડા તાલુકા ના તમામ પત્રકારો જોડાય હતા અને પત્રકારો એ પણ લોકો સાથે એક જૂટ થઈ કોરોના વિરોધી રસી લીધી હતી અને સાથો સાથ તાલુકા ના 30 જેટલા લોકો એ પણ રસીકરણ માં ભાગ લઈ રસી લીધી હતી. જેમાં કૂકરમુંડા તાલુકા ના પત્રકાર હંસરાજ પાડવી સાથે સાથી પત્રકારો નિતીન વસાવે, ચરણ વળવી, સુહાસ વળવી અને જયદીપ વસાવા વગેરે એ ભાગ લીધો હતો અને રસીકરણ ને વધુ વેગ આપ્યો હતો. વધુ માં ગત દિવસો માં નિઝર તાલુકા ના પત્રકારો જેહરસિંગ વસાવે,ગૌતમ  ગુલાલે, ગુલશન વસાવા વગેરે પત્રકાર મિત્રો એ તાલુકા ના લોકો સાથે મળી કોરોના વેક્સિન લીધી હતી અને બીજા લોકો ને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.

No comments:

Post a Comment

તાપી જિલ્લામાં નદી-જળાશય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ અગમચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડાયું, 19 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે

તાપી, તા. 21 જુલાઈ – તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ ...