Friday, November 4, 2022

તાપી જિલ્લામાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવુ નહી.


આગામી વિધાનસભાની સામાન્ય ચુંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ અને મતગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ થનાર છે. તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે વલવીએ ચુંટણી પર્વને અનુલક્ષીને શાંતિ-સલામતી માટે એક જાહેરનામા દ્વારા મળેલી સત્તાની રૂએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી અનઅધિકૃત રીતે ચાર કે તેથી વધુ વ્યકિતઓના ભેગા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.કોઈપણ વ્યકિત/વ્યકિતઓએ આ હુકમની તારીખથી તા.૧૦/૧૨/૨૦૨૨ સુઘીના સમયગાળા દરમ્યાન (બંને દિવસો સહિત) સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની પરવાનગી વિના કોઈ સભા બોલાવવી નહીં કે સરઘસ કાઢવું નહીં. કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વાર સભા કે સ૨ઘસનું આયોજન ક૨તા પહેલા સબંધિત ચૂંટણી અધિકારીશ્રીની ૫૨વાનગી મેળવવાની રહેશે. ઉમેદવા૨ ઉમેદવારી પત્રો ભ૨વા કે ઉમેદવારી પત્રોની ચકાસણીમાં કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે ચુંટણી અધિકારીશ્રીની કચરીમાં જતી સમયે મોટા સ૨ઘસ સ્વરૂપે જવું નહીં. જયાં એક પક્ષે સભા યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સ૨ઘસ લઈ જવું નહીં. તેમજ ખલેલ પહોંચાડવી નહીં.ચૂંટણીની સભા, સ૨ઘસ અને રેલીમાં સ્થાનિક કાયદા અને અમલમાં હોય તે પ્રતિબંધક હુકમને આધિન ધ્વજ, બેનર્સ કે કટ આઉટ ૨ાખી શકશે. આવા સરઘસમાં પક્ષે/ઉમેદવારે પુરા પાડેલ ટોપી, માસ્ક, સ્કાર્ફ વગેરે પહેરી શકાશે.પક્ષે પુરા પાડેલ સાડી/શર્ટ જેવા મુખ્ય વસ્ત્રો પહેરી શકાશે નહીં.
  આ નિયામો લગ્નનના વઘોડા, સિનેમામાં, ટાઉન હોલમાં, સ્મશાન યાત્રામાં, એસ.ટી.બસમાં, રેલ્વેમાં મુસાફરી માટે કે મંદિર, મસ્જીદ કે દેવળમાં પ્રાર્થના માટેના શુધ્ધ આશયથી જતી વ્યક્તિઓને લાગુ પડશે નહી. આગામી તા.૧૦/૧૨/૨૦૨૨ના કલાક ૨૪:૦૦ સુધી તાપી જિલ્લા હસ્તકના સમગ્ર વિસ્તા૨માં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ ક૨ના૨ વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

No comments:

Post a Comment

તાપી જિલ્લામાં નદી-જળાશય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ અગમચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડાયું, 19 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે

તાપી, તા. 21 જુલાઈ – તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ ...