Wednesday, November 18, 2020

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!!*

*પ્રકૃતિ ના ત્રણ કડવા નિયમ, જે સત્ય છે!!!*

*(૧)  પ્રકૃતિ નો પહેલો નિયમ:*

      *અગર ખેતર માં બીજ ન નાખીએ તો કુદરત એને ઘાસ-ફુસ થી ભરી દે છે!!*

 *એજ રીતે દિમાંગ માં સકારાત્મક વિચારો ન ભરીએ તો નકારાત્મક વિચારો એની જગા બનાવીજ લે છે!!!*

*(૨) પ્રકૃતિ નો બીજો નિયમ:*

      *જેની પાસે જે હોય છે તેજ તે વહેંચે છે.*
 *સુખી સુખ વહેંચે છે!!*
 *દુઃખી દુઃખ વહેંચે છે!!*
*જ્ઞાની જ્ઞાન વહેંચે છે!!*
*ભ્રમિત ભ્રમ વહેંચે છે!!*
*ભયભીત ભય વહેંચે છે!!*

*(3) પ્રકૃતિ નો ત્રીજો નિયમ:*

      *આપ ને જીવનમાં જે પણ મળે, એને પચાવતા શીખો કારણકે,*
 *ભોજન ન પચવાથી, રોગ વધે છે!!*
 *પૈસા ન પચવાથી, દેખાડો વધે છે!!*
 *વાત ન પચવાથી, ચુગલી વધે છે!!*
 *પ્રશંસા ન પચવાથી, અભિમાન વધે છે!!*
 *નિંદા ન પચવાથી, દુશ્મની વધે છે!!*
 *ગુપ્ત વાત ન પચવાથી, ખતરો વધે છે!!*
 *દુઃખ ન પચવાથી, નિરાશા વધે છે!!*
 *સુખ ન પચવાથી, પાપ વધે છે!!*

 *વાત બહુજ કડવી છે, પણ એટલીજ સત્ય છે!!*
 
 *સત્ય કડવું નથી હોતુ, પરંતુ તે સ્વીકારવાની પરિસ્થિતિ કડવી હોય છે.*
😍સુહાસ વળવી....✍️

No comments:

Post a Comment

તાપી જિલ્લામાં નદી-જળાશય વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ અગમચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડાયું, 19 સપ્ટેમ્બર 2025 સુધી અમલમાં રહેશે

તાપી, તા. 21 જુલાઈ – તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા એક અગત્યનું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના વિવિધ ...