AIJ NEWS GROUP
હંસરાજ પાડવી સાથે સુહાસ વળવી
કેમેરામેન નિતીન વસાવે
નાગેશદાદા પાડવી સાથે મુલાકાત લેતી RELAX NEWS ની ટીમ 👆
-મહારાષ્ટ્ર ના માજી વન મંત્રી સ્વ.દિલવરસિંગ દાદા પાડવીના પુણ્યતિથિ નિમિત્તે વાણ્યાવિહિર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
- 100 જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું
સ્થળ પરથી મળતી માહિતી મુજબ કૂકરમુંડા તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના વાણ્યાવિહિર ગામે આજે સ્વ. દિલવરસિંગ દાદા, માજી વનમંત્રી મહારાષ્ટ્ર રાજ્ય ના પુણ્ય તિથિ નિમિત્તે વાણ્યાવિહિર ખાતે આવેલ શ્રી સાતપૂળા વૈભવ વિદ્યાલયમાં રક્ત દાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 જેટલા રક્તદાતાઓ દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું. શિબિરના મુખ્ય અતિથિ તરીકે રાજેશ પાડવી, ધારાસભ્ય હાજર રહ્યા હતા. દિલવરસિંગદાદા ના પુત્ર નાગેશભાઈ પાડવી, બીજેપી, અનુ.જમાતી મોરચા પ્રદેશ ઉપાધ્યક્ષ મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગામના આગેવાનો અને કાર્યકરો અને વડીલો હાજર રહ્યા હતા. નાગેશભાઈ પાડવી, એ જણાવ્યું હતું કે તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે કોઈ ને કોઈ સેવા ભાવિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને તેઓ દ્વારા આવતા વર્ષે લોકોના હિત માટે આવતા વરસે પુણ્યતિથિના દિવસે એમ્બ્યુલન્સ ફાળવવા માં આવશે. અને વધુમાં તેઓ એ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ રક્ત દાન કર્યું જોઈએ જેથી કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ ને એ રક્ત થી સહાય મળે અને આદીવાસી વિસ્તારો માં ખરેખર જરૂર થી રક્ત દાન કરવું જોઈએ એવું જણાવ્યું હતું. ખરેખર એમના દ્વારા કરવા માં આવેલા આ કાર્યને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય.
Contact No. NEWS Admin KUKARMUNDA TAPI Hansraj Padvi YOUTUBE LINK RELAX NEWS👉https://www.youtube.com/channel/UCzfhxqZokheZIbp91W5r_tw 👉 AIJ GUJARAT NEWS LINK https://www.youtube.com/channel/UCSQQU_iII58dWiMB6zwgMFA
No comments:
Post a Comment