પત્રકારો સાથે સાથે કૂકરમુંડા તાલુકા માં આજે 30 જેટલા લોકોએ વેક્સિન લીધી
આજે કૂકરમુંડા તાલુકા ના રાજપુર ગામે CHC કૂકરમુંડા દ્વારા કોરોના રસીકરણ નો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં કૂકરમુંડા તાલુકા ના તમામ પત્રકારો જોડાય હતા અને પત્રકારો એ પણ લોકો સાથે એક જૂટ થઈ કોરોના વિરોધી રસી લીધી હતી અને સાથો સાથ તાલુકા ના 30 જેટલા લોકો એ પણ રસીકરણ માં ભાગ લઈ રસી લીધી હતી. જેમાં કૂકરમુંડા તાલુકા ના પત્રકાર હંસરાજ પાડવી સાથે સાથી પત્રકારો નિતીન વસાવે, ચરણ વળવી, સુહાસ વળવી અને જયદીપ વસાવા વગેરે એ ભાગ લીધો હતો અને રસીકરણ ને વધુ વેગ આપ્યો હતો. વધુ માં ગત દિવસો માં નિઝર તાલુકા ના પત્રકારો જેહરસિંગ વસાવે,ગૌતમ ગુલાલે, ગુલશન વસાવા વગેરે પત્રકાર મિત્રો એ તાલુકા ના લોકો સાથે મળી કોરોના વેક્સિન લીધી હતી અને બીજા લોકો ને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.