સોનગઢ તાલુકાના ખેરવાડા ગામે કોટવાળીયા પરિવારોને ધાબળાનું વિતરણ કરાયું.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ખેરવાડા, ભટવાડા અને આમલદી ગામોમાં કોટવાળીયા, આદિમ જૂથ સમાજ અને શેરડી કાપવાનું કામ કરતા પરિવારોને શિયાળાની સ્થિતિને ધ્યાને લઈ. 'લોક પરબ' ના સંયોજક જેતસીભાઈ ગ્રામશિલ્પીના માધ્યમથી તા. 17/12/2020 ના રોજ બીજલબેન જગડ, ઘાટકોપર - થાણા ડ્રિસ્ટ્રિક વિમેન ફોર ચેન્જ પ્રેસિડેન્ટ - મુંબઈ અને મહિન્દ્રભાઇ ગડા દ્વારા 200 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં જયસીંગભાઈ વસાવા ખેરવાડાવાળા અને સુખદેવભાઈ વસાવાના હસ્તે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
RELAX NEWS YOUTUBE.COM Please Subscribed my Channel